મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સીટી એ, બી અને મોરબી તાલુકા પોલીસ ટીમે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂની નાની મોટી 26 બોટલ કબ્જે કરી હતી. જો કે, ત્રણેય દરોડામાં એક જ આરોપી હાજર મળી આવ્યો હતો.જ્યારે બાકીના અન્ય બે દરોડામાં આરોપી હાજર મળી આવ્યા ન હતા.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વજેપર મેઈન રોડ પર દરોડો પાડી રેઢા પડેલા જીજે – 36 – એકે – 3802 નંબરના એક્ટિવા મોટર સાયકલમાંથી વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 13,560 કબ્જે કરી 25,000નું એક્ટિવા પણ કબ્જે કર્યું હતું.જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ પાસે મફતિયાપરામાં દરોડો પાડી આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયાના રહેણાંકમાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 20 બોટલ કિંમત રૂપિયા 5,500 કબ્જે કરી હતી.આ દરોડામાં પણ આરોપી હાજર મળી આવ્યો ન હતો.જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસ વાઘપર પીલુડી ગામેથી આરોપી રાજેશ બાબુભાઇ બાવરવાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લઈ ત્રણેય કિસ્સામાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










