Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરવાપર ચોકડીમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા, કાયમી પોલીસ અધિકારી મુકવાની માંગ

રવાપર ચોકડીમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા, કાયમી પોલીસ અધિકારી મુકવાની માંગ

મોરબીના રવાપર ચોકડી વિસ્તારમાં આડેધડ પાર્ક થતા વાહનો સામે અસરકારક કામગીરી કરવામાં આવે તેમજ પોલીસ ચોકીમાં કાયમી પોલીસ અધિકારી મુકવામાં આવે તેવી રવાપર વિસ્તારના લોકોએ જિલ્લા પોલીસને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ હતું જે મોરબીનાં હદય સમાં વિસ્તાર રવાપર ચોકડી ઉપર દિન-પ્રતિદિન ટ્રાફીકની સમસ્યા વધતી જાય છે. જેનું કારણ બેફામ તથા આડેધડ થતા પાર્કીંગ છે. હાલ પોલીસ દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા ન રાખી ફકત એક-દોકલ ટી.આર.બી. જવાનથી ટ્રાફીકની કહેવાતી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ રવાપર ચોકડી ઉપર નંબર પ્લેટ વગર અને બ્લેક કાચ વાળી અનેક ગાડીઓ બેફામ પાર્ક કરી દેવામાં આવે છે.

આ ટ્રાફીકના કારણે લોકોનો કિંમતી સમય અને પેટ્રોલ-ડીઝલ જેવા મોંઘા ઈંધણનો વ્યય થાય છે. તેમજ તેને પરિણામે હવાનું પ્રદુષણ અને ઘોંઘાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આવા તત્વોને ગાડી લેવાનું કહેવામાં આવે તો ગાળો દઈને મહીલાઓ સાથે પણ ઝઘડા કરે છે. જેથી તમામ રવાપરવાસીઓ આ બાબતે કાયમી નિરાકરણ આવે તેવા સખ્ત પગલા ભરવા તથા ચોકી ઉપર કાયમી પોલીસ અધિકારીની ટીમ હાજર રાખવાની માંગ ઉઠાવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments