Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ

હળવદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ

હળવદ : હળવદમાં છેલ્લા ઘણા સમયથી દબાણોને કારણે રોડ ઉપર ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા આ દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી હવે ટ્રાફિકમાંથી રાહત મળવાની છે.

નગરપાલિકા દ્વારા આજે સરા રોડ, રાણેકપર ચોકડી, સરાનાકાથી સરા ચોકડી, સરા નાકાથી ત્રણ રસ્તા સુધી, રેલવે સ્ટેશન સહિતના મુખ્ય રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દુકાનોના નડતરરૂપ છાપરા, બોર્ડ, ઓટલા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાએ જણાવ્યું કે 150 જેટલા આસામીઓને દબાણ હટાવવા સબંધે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દબાણો હટતા ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને રાહત મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments