મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી, પાટીદાર વુમન્સ પાવર તેમજ શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા આગામી તારીખ 6/2/2026ના રોજ નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન આદર્શ સ્કૂલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોઢાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં આનો ખર્ચ રૂપિયા 4000 થી 5,000 જેટલો થતો હોય છે પરંતુ આ કેમ્પમાં આ સ્ક્રિનિંગ તદ્દન નિ:શુલ્ક કરવામાં આવશે.
મોરબી શહેરમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાઓ દ્વારા આયોજિત આ કેમ્પમાં કોઈપણ દર્દી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ એક દિવસના કેમ્પમાં માત્ર 100 વ્યક્તિઓ જ લાભ લઈ શકશે તો વહેલા તે પહેલાના ધોરણે જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમા રજીસ્ટ્રેશન કરાવવા માટે કાજલબેન આદ્રોજા 9879532457, શોભનાબા ઝાલા 9979329837, આશાબેન ભાલોડીયા 9925245023,
ડોક્ટર અંકિતા પટેલ 8141766804,
મયુરીબેન કોટેચા 92759 51954,
સાધનાબેન ઘોડાસરા 79842 61599,
મનીષાબેન ગણાત્રા 82382 82420 અથવા હીનાબેન પરમાર 98259 30156 નો સંપર્ક કરવાનો રહેશે.









