મોરબીના મા જીવદયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વમાં દોરી કલેક્શન અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આશરે 9000 કિલો એટલે કે 9 ટન જેટલા દોરીના ગુચ્છા એકઠાં કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ બાદ અનેક જગ્યાએ પતંગની દોરી ફસાયેલી હોય છે અથવા રસ્તા પર પડેલી હોય છે. ત્યારે મા જીવદયા ગ્રુપ દ્વારા વિવિધ 55 જેટલી સ્કૂલો સાથે જોડાઈને નકામી દોરી એકઠી કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાના બાળકો, શિક્ષકો અને મા જીવદયા ગ્રુપના સભ્યોએ એકઠા 4-5 દિવસ વિવિધ જગ્યાએથી દોરા એકઠા કર્યા હતા. આ કાર્ય બદલ જીવદયા ગ્રુપે અભિયાનમાં જોડાનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.











