Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં રહેણાંક મકાનમાં દારૂ-શબાબની મહેફિલ, જનતારેડ બાદ એક ઝડપાયો અને બે ફરાર

હળવદમાં રહેણાંક મકાનમાં દારૂ-શબાબની મહેફિલ, જનતારેડ બાદ એક ઝડપાયો અને બે ફરાર

હળવદ બાયપાસ ઉપર આવેલ ધરતીનગર સોસાયટીમાં ગઈકાલે બપોરના સમયે એક રહેણાંક મકાનમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની સાથે એક સ્ત્રી પણ આવી હોવાની જાણ થતાં સ્થાનિક મહિલાઓએ જનતારેડ કરી સ્ત્રી તેમજ પુરુષને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા.જો કે, આ ઘટનામાં પોલીસે 200 મીલી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ અન્ય બે શખ્સને ફરાર દર્શાવી ગુન્હો દાખલ કર્યો હતો.મહત્વનું છે કે, જનતારેડ દરમિયાન એક સ્ત્રી મળી આવી હોવા છતાં ફરિયાદમાં સ્ત્રી પાત્રનો ઉલ્લેખ કરાયો ન હતો.

હળવદના ધરતીનગરમાં શરાબ શબાબની મહેફિલ મામલે જનતારેડ પ્રકરણમાં પોલીસે આરોપી સચિન કીર્તિભાઈ નાયક રહે.કુંભાર દરવાજા હળવદ વાળાને સ્થાનિકોએ ઝડપી લીધો હોય આરોપી વિરુદ્ધ 200 મીલી દારૂની બોટલ મળી આવવા મામલે ગુન્હો દાખલ કર્યો હતો.સાથે જ આરોપીએ મકાન માલિક રાજભા લીંબોલા રહે.ઘનશ્યામપુર તા.હળવદ અને અંકિત નરેન્દ્રભાઈ બાવાજી રહે.વાસુદેવનગર, હળવદ વાળા આ દારૂની બોટલ લાવ્યા હોવાનું કબુલતા બન્નેને ફરાર દર્શાવી ત્રણ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments