Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-માળીયા હાઇવે પર ડીઝલચોર ગેંગ ત્રાટકી: 11 ટ્રકમાંથી 2500 લીટર ડીઝલ ચોરી

મોરબી-માળીયા હાઇવે પર ડીઝલચોર ગેંગ ત્રાટકી: 11 ટ્રકમાંથી 2500 લીટર ડીઝલ ચોરી

મોરબીના ઔદ્યોગિક વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર આવેલ હોટેલમાં અવાર -નવાર ટ્રકની ડીઝલ ટેન્કમાંથી ડીઝલ ચોરવાના બનાવ બનતા રહે છે જેમાં આજે વહેલી પરોઢે મોરબી -માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે અલગ -અલગ ચાર સ્થળેથી નંબર પ્લેટ વગરની કારમાં આવેલ તસ્કરો 11 ટ્રકમાંથી 2500થી 2800 લીટર ડીઝલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પૂર્વે મોરબીના લાલપર નજીકથી પાર્ક કરેલા ટ્રકમાંથી ડિઝલચોરીના બનાવ બાદ પોલીસે ડિઝલચોર ગેંગને ઝડપી લીધા બાદ થોડો સમય રાહત રહ્યા બાદ આજે વહેલી પરોઢે મોરબી-માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ અવધ માઇક્રોન, અવધ પ્લસ માઇક્રોન, મિરાકસ માઇક્રોન, અવધ વે બ્રિજ પાસે પાર્ક કરેલા 11 ટ્રકમાંથી નંબર પ્લેટ વગરની કારમાં આવેલ તસ્કરો અંદાજે 2500થી 2800 લીટર ડીઝલ ચોરી જતા ટ્રક માલિકોએ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments