મોરબી જિલ્લા કક્ષાએ શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબરે પસંદગી થતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ટંકારા મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કાર્યક્રમમાં કલેકટર અને ધારાસભ્યના હસ્તે શાળાના ટ્રસ્ટી અને આચાર્યને સન્માન પત્ર આપી શાળા અને સંચાલક મંડળનું સન્માન કરાયું હતું.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય વર્ષ 2025- 26 માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકેનો દ્વિતીય નંબરનો પારિતોષિક મેળવ્યો છે. આ બદલ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ કે. હોથી તથા સમગ્ર સંચાલક મંડળે આચાર્ય નીતાબેન કે. મેરજા તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે અને સમગ્ર ટ્રસ્ટી મંડળ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.











