Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકાંતિપુર પ્રા. શાળામાં દીકરીના કરકમળે ધ્વજવંદન: 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

કાંતિપુર પ્રા. શાળામાં દીકરીના કરકમળે ધ્વજવંદન: 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

મોરબી તાલુકાના કાંતિપુર પ્રા. શાળામાં 77 માં પ્રજાસતાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ઠોરિયા મયુરીબેન દિનેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો.

ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર 20 બાળકોની સંખ્યામાં પણ 20 જેટલી બેસ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી. 19400 જેટલો રોકડ ફાળો ગામના વીર ભામાશા દ્વારા આપવામાં આવ્યો. ઠોરિયા પ્રાણજીવન ભાઈ દ્વારા શાળાના તમામ બાળકોને બુટ મોજા આપવાની જાહેરાત કરી, શાળાના પૂર્વ આચાર્યશ્રી ધનજીભાઈ ઠોરિયા અને ગ્રામ અગ્રણી કલોલા અરવિંદભાઈ દ્વારા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી. આ તકે ગામના દાતાશ્રી એવા smc અધ્યક્ષ રાજુભાઈ કલોલા, પૂર્વ smc અધ્યક્ષ કાંતિલાલ આદ્રોજા, અરવિંદભાઈ કલોલા, વલ્લભભાઈ વાઘજીભાઈ, શાળાના પૂર્વ આચાર્ય ધનજી સાહેબ ઠોરિયા, રમેશભાઈ કલોલા, ધર્મેન્દ્રભાઈ ઠોરિયા, નીતિનભાઈ અગ્રાવત, મહેશભાઈ પરમાર તથા પૂનમબેન પરમારનું સાલ ઓઢાડી અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું.

શાળાના સ્ટાફની સક્રિય કામગીરી જોઈને smc સભ્યો તથા ગ્રામ અગ્રણી વડીલોએ શાળાના આચાર્ય એવા સંજયભાઈ ગઢવી તથા સ્ટાફ બેન પૂજાબેન ચાંચડિયા નું સાલ ઓઢાડી વિશેષ સન્માન કરી કામગીરીને બિરદાવવામાં આવી. કાર્યક્રમના અંતે સૌને પ્રસાદી આપી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments