Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારત-EU FTA : મોરબી સિરામિક ઉદ્યોગ માટે સોનેરી તક કે નવા પડકારો...

ભારત-EU FTA : મોરબી સિરામિક ઉદ્યોગ માટે સોનેરી તક કે નવા પડકારો ?

મોરબી : તારીખ 27 જાન્યુઆરીના રોજ ભારત અને EU મુક્ત વેપાર કરાર (FTA) ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેડ ડીલની પ્રાથમિક માહિતી મુજબ તેની સૌથી મોટી અને સકારાત્મક અસર મોરબી સહિતના ભારતીય સિરામિક હબ પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર સેક્ટર માટે આ ડીલ નવા દરવાજા ખોલશે તેવી આશા સેવાઈ રહી છે. ત્યારે આ વિષેશ અહેવાલમાં જાણીએ આ ટ્રેડ ડીલના મોરબી સિરામિક ઉધોગ માટે સંભવિત ફાયદા અને પડકારો વિશે.. .

આ ડીલથી મોરબી સિરામિક ઉદ્યોગને થનારા સંભવિત મુખ્ય ફાયદાઓ :

યુરોપિયન માર્કેટમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ

અત્યાર સુધી ભારતીય સિરામિક ઉત્પાદનો પર યુરોપમાં પ્રવેશવા માટે ૫% થી ૭% જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી. આ FTA પછી ભારતીય ટાઇલ્સ અને સેનેટરીવેર પરની આ ડ્યુટી શૂન્ય થઈ જશે. આનાથી યુરોપના ૨૭ દેશોમાં ભારતીય પ્રોડક્ટ્સ વધુ સસ્તી અને સ્પર્ધાત્મક બની શકે છે.

ચીન અને સ્પેન સામે સીધી સ્પર્ધા

યુરોપના બજારમાં અત્યારે ઇટાલી અને સ્પેનનું વર્ચસ્વ છે, જ્યારે ચીન અને ભારત ઉપર ત્યાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લદાયેલી છે પરંતુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થતા એન્ટીડંપીંગ ડયુટી કલેકટ કરવાનુ બંધ પણ થાય એટલે
ભારત માટે આ સોનેરી તક છે કારણ કે હવે ભારતીય માલ સ્પેન અને ઇટાલીના માલ કરતા સસ્તો પડશે. મોરબીના પ્રીમિયમ ઉત્પાદનો (જેમ કે લાર્જ સ્લેબ્સ) માટે યુરોપ એક મોટું ‘હાઈ-વેલ્યુ’ માર્કેટ બની શકે છે.

કાચા માલ અને મશીનરીમાં ફાયદો

સિરામિક ઉદ્યોગમાં વપરાતી અત્યાધુનિક મશીનરી, ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી અને અમુક સ્પેશિયાલિટી કેમિકલ્સ (Frit and Glaze) માટે ભારત ઇટાલી અને જર્મની પર નિર્ભર છે. EU સાથેની આ ડીલથી યુરોપિયન મશીનરી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટી શકે. આનાથી મોરબીના પ્લાન્ટ્સને અપગ્રેડ કરવાનો ખર્ચ ઘટશે અને ઉત્પાદન ક્ષમતા વધી શકે છે.

લોજિસ્ટિક્સ અને સ્ટાન્ડર્ડ્સમાં સુધારો

EU સાથેના કરારમાં માત્ર વેપાર જ નહીં, પણ ‘ટેકનિકલ બેરિયર્સ’ પર પણ સમજૂતી થઈ છે. ભારતીય ઉત્પાદકોએ હવે યુરોપિયન ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (CE Marking) વધુ સરળતાથી અપનાવવા પડશે, જેનાથી વૈશ્વિક સ્તરે ભારતીય બ્રાન્ડની વિશ્વસનીયતા વધશે.

આ ડીલથી મોરબી સિરામિક ઉદ્યોગને થનારા સંભવિત પડકારો:

કાર્બન બોર્ડર ટેક્સ (CBAM):

આ સૌથી મોટો ગેરફાયદો સાબિત થઈ શકે છે. યુરોપના દેશો હવે પ્રદૂષણ ફેલાવતા ઇંધણથી બનેલી પ્રોડક્ટ્સ પર વધારાનો ‘કાર્બન ટેક્સ’ નાખશે. જો આપણે નેચરલ ગેસ કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ નહીં વધારીએ, તો ડ્યુટી ફ્રીનો લાભ ટેક્સમાં ધોવાઈ જશે.

કઠિન ગુણવત્તાના ધોરણો:

યુરોપમાં ‘CE Marking’ અને પર્યાવરણીય સર્ટિફિકેશન અનિવાર્ય છે. નાના એકમો માટે આ કાયદાકીય પ્રક્રિયા અને પેપરવર્ક ખર્ચાળ અને જટિલ બની શકે છે.

સ્થાનિક બજારમાં સ્પર્ધા:

આ ડીલ મુજબ યુરોપિયન બ્રાન્ડ્સ પણ ભારતમાં સસ્તી થશે. એટલે કે, ભારતના પ્રીમિયમ ગ્રાહકો માટે મોરબીની પ્રોડક્ટ્સને હવે સીધી ઇટાલિયન ટાઇલ્સ સામે લડવું પડશે.

એકંદરે, આ ડીલથી મોરબીના સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ યુરોપમાં વધી શકે છે. જેનાથી મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો થઈ શકે છે.

નોંધ : આ ડીલની તમામ વિગતો હજુ જાહેર નથી થઈ. પ્રાથમિક વિગતોને આધારે આ અહેવાલ લખવામાં આવ્યો છે. જે સંભવિત અસરોનો માત્ર ચિતાર આપી શકે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments