Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસરસ્વતી ભગવતી વિદ્યાલયમાં ત્રણ દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન

સરસ્વતી ભગવતી વિદ્યાલયમાં ત્રણ દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન

મોરબી તાલુકાની સરસ્વતી ભગવતી વિદ્યાલય (બરવાળા હાઇસ્કુલ)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2025 દરમિયાન શાળાના શિક્ષક અશ્વિનકુમાર દેત્રોજા દ્વારા વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ રમતોત્સવમાં ક્રિકેટ, વોલીબોલ, ખો-ખો, રસ્સાખેચ, કેરમ, ચેસ, દોડ, લાંબી કુદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ડાયરેક્ટ થ્રો, લીંબુ ચમચી, બકેટ બોલ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, બોટલ ગેમ, સોય-દોરો વગેરે 16 જેટલી વિવિધ રમતોમાં શાળાના 100 % વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરોક્ત રમતોમાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા થયેલા ખેલાડીઓને શાળાના પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ તરફથી પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. રમતોત્સવમાં શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીની કિંજલ ભુપેન્દ્રભાઈ વડાવિયા એ પાંચ રમતમાં પ્રથમ નંબર અને બે રમતમાં ત્રીજો નંબર મેળવીને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે. તેણીને શીલ્ડ, ટ્રોફી, ઇનામ અને પ્રમાણપત્રથી નવાઝવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓએ રમતોત્સવનો અનહદ આનંદ મેળવ્યો હતો. આ રમતોત્સવનું ભવ્ય આયોજન કરવા બદલ શાળાના શિક્ષકને શાળા સંચાલક જયંતિભાઈ જે.પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments