મયુર રાવલ હળવદ
હળવદ તાલુકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એક સાથે રૂ ૧૬૯.૩૦ કરોડના રોડ વિકાસકાર્યો મંજુર કરવી હળવદ ના વિકાસ ની નવી દીશા આપનારા હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો તાલુકાની સમગ્ર જનતા તરફથી આભાર વ્યક્ત કર્યો
હળવદ તાલુકાના વિકાસ માટે કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખી ₹169.30 કરોડના રોડ – રસ્તાઓના કામો મંજૂર કરવા બદલ ગુજરાત રાજ્યના નિર્ણાયક તેમજ યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સમગ્ર હળવદ તાલુકાની જનતા સદહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર સદર નિર્માણ પૂર્ણ થતાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. આ વિકાસથી વિસ્તારમાં વાહનવ્યવહાર સરળ અને સલામત બનશે. ખાસ કરીને સેનેટરી ઉદ્યોગના મોટા કન્ટેનરો દ્વારા માલસામાનની અવરજવર ઝડપી થશે. જેના પરિણામે સ્થાનિક ઉદ્યોગ, વેપાર અને રોજગારને મોટો લાભ મળશે અને સમગ્ર વિસ્તારની આર્થિક પ્રગતિને નવી દિશા મળશે.
હળવદ તાલુકાના વષો જુનો રોડનો પ્રશ્ર્ન ધનાળા રાયસગપર ટીકર મયુરનગર સહિતના રોડાના પ્રશ્ર્નો નિરાકરણ લાવી મંજુર કરાવી કરોડો રૂપિયાની ની ગ્રાન્ટ હળવદ ગ્રામ્ય પંથકમાં રસ્તાઓ માટે મંજૂર કરાવવા બદલ વર્તમાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ
પૂર્વ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા નો આ તકે સરકાર પાસે
આટલી મોટી રકમ ની ગ્રાન્ટ તેમજ 7 મીટર નો પહોળો રસ્તો મંજૂર કરાવવા બદલ આ તકે સૌએ ગ્રામજનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી, ટેલીફોનીક, રુબરુ હ્રદયપૂર્વક આભાર સાથે અભિનંદન વર્ષા હતી.












