Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ પોલીસ એ દેશી દારૂ બનાવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂ નો‌ ૧.૩૩...

હળવદ પોલીસ એ દેશી દારૂ બનાવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂ નો‌ ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત

મયુર રાવલ, હળવદ

ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તેમજ વિદેશી દારૂનો જથ્થો જપ્ત

હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પ્રોહીબીશનનો ભંગ કરતો દેશી દારૂ તથા વિદેશી દારૂ નો‌ જથ્થો સહીત ૧.૩૩ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

હળવદ પોલીસ પાકી બાતમી ના આધારે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબીશનનો ગંભીર ગુનો શોધી કાઢ્યો હતો.

પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફે રહેણાક ના મકાનમાં દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર ૩૫૦ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૨૨૦૦ તથા બીયર ટીન નંગ ૨૫ મળી કુલ કિ.રૂ.૧,૩૩,૭૦૦/- નો મુદામાલ પકડી એક મહિલા તથા બે પુરૂષ ઇસમો વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીના
(૧) સુનિલ દિલીપભાઇ રીબડીયા રહે શ્રીહરી ટાઉનશીપ, ખેરાડી ગામ પાસે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર

પકડવાના બાકી આરોપીઓ
(૧) માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજા
(૨) ઉર્મિલાબેન વા/ઓ માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઇ રાતોજા બન્ને રહે હળવદ ભવાનીનગર ઢોર રામાપીર મંદિરથી આગળ તા.હળવદ ઝડપાયેલો મુદામાલ

(૧) આથો લીટર ૨૨૦૦, દેશી દારૂ લીટર-૩૫૦, બીયર ટીન નંગ ૨૫, દેશી દારૂ બનાવવામાં વપરાયેલ ભઠ્ઠીના સાધનો બકડીયા નંગ-૨, સ્ટીલની થાળીઓ નંગ-૨, ચુલા નંગ-૨, ગેસની બોટલ નંગ-૧ જેની કુલ કિ.રૂ.૧,૩૩,૭૦૦/- નો મુદામાલ ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી, દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો સામાન તેમજ વિદેશી દારૂ મળી આવ્યો હતો, ઝડપાયેલા સમગ્ર મુદામાલની કુલ કિંમત રૂ. ૧,૩૩,૭૦૦/- જપ્ત કરી

જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે. આગળની તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ દ્વારા ગેરકાયદે દારૂના ધંધા સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હળવદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે ધંધા કરતા તત્વોમાં ભય ફેલાયો છે.
સમગ્ર કામગીરી માં હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ તથા સ્ટાફના માણસો કામગીરીમાં રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments