Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા પ્રજાસત્તાક દિવસે ભારત માતા પૂજન અને ઘ્વજવંદન કરાયું

મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા પ્રજાસત્તાક દિવસે ભારત માતા પૂજન અને ઘ્વજવંદન કરાયું

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ મોરબી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ તથા દુર્ગાવાહિની મોરબી દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતમાતા પૂજન તથા ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાનાં મોરબી પ્રખંડ, મોરબી ગ્રામ્ય તથા હળવદ પ્રખંડમાં આવેલ 6 વિવિધ વિસ્તારોમાં અને 10 મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલો જેમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, નાલંદા વિદ્યાલય, DND પ્રિ સ્કૂલ, ભારતી વિદ્યાલય, મહેન્દ્રનગર પ્રાથમિક શાળા, ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ, નવયુગ વિદ્યાલય તથા સંકુલ અને ન્યૂ એરા સ્કૂલની તમામ શાખાઓ તથા 5 માતૃશક્તિ દ્વારા સંચાલિત બાળસંસ્કાર કેન્દ્રો અને 2 દુર્ગાવાહિની દ્વારા સંચાલિત શક્તિશાધનાં કેન્દ્રોમાં ભારતમાતા પૂજન તથા ધ્વજવંદનનાં કાર્યક્રમો કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમોમાં અલગ અલગ વક્તાઓ દ્વારા મોરબીની દેશપ્રેમી જનતાને ભારતમાતા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન વિષય અને વંદેમાતરમ્ ની રચનાને 150 વર્ષ પૂર્ણ થયાં તેની માહિતી આપી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોરબીની દેશપ્રેમી જનતા તેમજ યુવા વિદ્યાર્થી મિત્રોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને તેના તમામ આયામોના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments