મોરબી : આજ રોજ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મીટિંગ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના નેતૃત્વમાં યોજાઈ હતી. આ કારોબારીમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ને વધુ યુવાનો ભાગ લે, યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવું અને દરેક વોર્ડ તથા ગ્રામ્ય કક્ષાએ ખાટલા બેઠક કરી યુવાનોને જાગૃત કરવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણ કરાઈ હતી.
આ કારોબારીમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા, ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન સોરીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ શાકિબ શેરસીયા, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ રાજપરા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એસસી,એસટી સેલના પ્રમુખ દિલીપભાઈ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન તથા મોરબી જિલ્લા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.












