Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedએબીવીપી મોરબી શાખા દ્વારારાજ્યમાં સરકારી-અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ...

એબીવીપી મોરબી શાખા દ્વારારાજ્યમાં સરકારી-અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા આવેદન 

એબીવીપી મોરબી શાખા દ્વારા રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષોથી વિદ્યાર્થીના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે. શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી  સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની બન્ને સરકારી કૉલેજોનો પ્રશ્ન ઘણા લાબા સમયથી પડતર છે. આજ રોજ  આ વિષયના નિરાકરણ હેતુ ABVP મોરબી દ્વારા  જિલ્લા કલેકટર કચેરીએ બહોળી સંખ્યામાં વિધાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.આ તમામ વિષયોને લઈને અભાવિપ ગુજરાત નીચે મુજબની માંગો કરે છેઃ

  1. ગુજરાત ની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે.
  1. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્ટિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે.
  1. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટ માં વધારો કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments