Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ સુધી વન વેનો અમલ

મોરબીના દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ સુધી વન વેનો અમલ

વૈકલ્પિક તરીકે રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર કે વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવા કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બાયપાસ પાસે દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ સુધીનો રોડ વન વે જાહેર કર્યો છે. આથી વૈકલ્પિક તરીકે રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર કે વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.

મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફનો માર્ગ હવે વન-વે રહેશે. તેથી વૈકલ્પિક તરીકે રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે. આ નિયમ સવારના 7થી રાત્રિના 10 કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કે દોઢ મહિનાથી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા શહેરમાં પ્રવેશવા માટેના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 ભારે વાહનોને રાજકોટ બાજુ વિરપર પાસે અને આ તરફ ધરમપુર પાસે ભારે વાહનો ઉભા રાખવામાં આવી રહ્યા છે. જેનાથી ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments