વિધાર્થીઓનો શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ કરવાના અથાગ પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી કોલેજમાં સતત અભ્યાસની સાથે રમત ગમત અને ખેલ-કુદની પ્રવૃતિઓ યોજાતી રહે છે. જે અંતર્ગત કોલેજ દ્વારા સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાવડી ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ અલગ અલગ ટીમ બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં લીગ મેચ, ત્યારબાદ સેમીફાઈનલ મેચ અને અંતમાં આજે તા. 7 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ યોજાઈ હતી.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચના ખિતાબ આપવામાં આવ્યા હતા, અંતિમ ફાઈનલ મેચ FY B.COM (ENG.MED.) અને SY BBA ની ટીમ વચ્ચે યોજાઈ હતી. અને રોમાંચક મેચના અંતે SY BBAની ટીમ ચેમ્પિયન બની હતી. સમાપન સમારોહમાં BEST BATSMAN ધવલ બરાસરા(FY B.COM), BEST BOWLER દર્શન ગોંડલીયા(SY BBA), PLAYER OF THE SERIES અક્ષયરાજસિંહ ઝાલા (SY BBA) સમ્માનિત થયા હતા.
વિજેતા ટીમને કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે વિજેતા ટીમને તથા વિવિધ ઇનામ મેળવનાર તમામ વિધાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં કોલેજના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી.












