મોરબી : મોરબીની જાણીતી અને લોકપ્રિય વેબ પોર્ટલ અને વાંચકોના માનીતા અખબાર દિવ્ય ભાસ્કરના પ્રતિષ્ઠિત રિપોર્ટર આદરણીય રવિભાઈ બરાસરાનો આજે જન્મદિવસનો શુભ અવસર છે. આશરે 18 વર્ષની ઉંમરે અમદાવાદમાં જાણીતા અખબાર ગુજરાત સમાચારની રેડિયો ચેનલમાં રેડિયો જોકી તરીકે કામ કર્યા બાદ થોડા સમયમાં તેમના જ વતન મોરબીમાં આવ્યા પછી તેમણે પોતાની આગવી વાંકછટાથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમજ આગવી ભાષા શૈલીથી “ન્યુઝ” અને “વ્યુઝ” માં ક્રાંતિકારી બદલાવ લાવ્યો હતો. વેબ પોર્ટલમાં તેમની વાણી અબાલ વૃદ્ધ એટલી હદે પ્રભાવિત જ નહીં મંત્રમુગ્ધ થયા હોય કે તેઓ કોઇપણ વિસ્તારમાં જાય તો તુરત તે વિસ્તારના અબાલ વૃદ્ધ સહિત દરેક લોકો એમને કોઈ સેલિબ્રિટી હોય એવો પ્રેમ આપે છે. આ બાબત અતિશયોક્તિ અને કલ્પનાશીલ લાગે પણ આ હકીકત છે. જો કે ઘણા લોકોને કુદરતી કૃપાથી જન્મજાત દુનિયાથી અલગ લક્ષણો વારસા મળે છે. આવા શ્રેષ્ઠ લોકોમાંના એક રવિભાઈ છે. તેમનમાં જન્મજાત જ અદભુત “વાણી” ની સરસ્વતીની કૃપા થઈ છે. આ અદભુત વાણીથી તેઓ સમજણા થયા ત્યારથી સારા એન્કર તરીકે જાણીતા છે અને હવે કુદરતી કૃપાથી આજના સોશ્યલ મીડિયાના જમાનામાં આવા અદભુત એન્કરની લોટરી લાગી ગઈ હોય એમ થોડા વર્ષ પહેલાં તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આર.બી.ન્યુઝ નામની વેબ પોર્ટલ શરૂ કરી ગામડે ગામડે ફરી ખેડૂતો સહિતના તમામ લોકોના પ્રશ્નોને જબરદસ્ત રીતે ઉઠાવતા રિપોર્ટર ન હોવા છતાં પણ ત્રણ ચાર વર્ષથી અવિરતપણે દરેક સમસ્યાઓ, દરેક ઘટનાઓ અને અસામાન્ય બાબતોને વિડીયો અને ન્યૂઝથી અદભુત વાણી એવી રીતે પ્રસ્તુત કર્યા કે ખુદ સરકારી તંત્ર અને નેતાઓ લોકોના પ્રશ્નો ઉકેલવા ખેલદિલીથી જાગૃત બન્યા છે.
રવિભાઈ આર.બી.ન્યૂઝની સાથે જ ગુજરાતમાં સૌથી વધુ વંચાતું લોકપ્રિય દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરના પ્રતિષ્ઠિત રિપોર્ટર તરીકે જોડાઈને આ અખબારના કોઈપણ ઘટનાને અલગ એન્ગલ અને ખાસ તો કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર સત્યના પાસાને હમેશા દર્શાવવા તેમજ નેતા અને તંત્રની ખોટી વાહવાહીને બદલે કાલા વર્તમાનને ખતમ કરવા કૌભાંડનો પર્દાફાશ કરી, દરેક સમસ્યાઓને સચોટ રીતે રજૂ કરે છે. એનો મતલબ માત્ર નેગેટિવ પાસાને રજૂ કરવાના દ્રષ્ટિકોણ અપનાવવાને બદલે મરી મસાલા ઉમેરવાને બદલે સત્યને સત્ય અને ખોટાને ખોટા તરીકે જ પ્રસ્તુત કરી જે સમાજમાં સામાન્ય વ્યક્તિઓ મહેનત કરીને આગળ વધે એની પોઝિટિવિટીને અન્યો માટે પ્રેરણાદાયી બને તે માટે ઉજાગર કરવા ખાસ દર સોમવારે મંડે પોઝિટિવ ચલાવી એમાં સામાન્ય લોકોની દરેક ક્ષેત્રેમાં સિદ્ધિને રજૂ કરવા તેઓ સતત મથામણ કરે છે. ઉપરાંત રવિભાઈએ તેમની વેબપોર્ટલમાં ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઈલથી વિડીયો બનાવી અદભુત રીતે કાસ્ટિંગ કરીને જે એડિટિંગ કરવાની કળા રજૂ કરી છે કે ભાગ્યે જ કોઈએ કરી હશે. ખાસ તો મોબાઈલ અને કોમ્યુટરમાં ટેકનોલોજીમાં નવીનતાની ટેક્નિક રજૂ કરવાની જે રવિભાઈમાં ખૂબી છે તે અન્યો માટે પ્રેરણાદાયી છે. જો કે આટલા બધા ગુણો અને રિપોર્ટર કરતા પણ વધુ લાયકાત હોવા છતાં ક્યારેય પોતાની જાતને બીજા કરતા ચડિયાતી કે અન્યનોને ઉતારી પાડવાનું કોઈ કાર્ય કર્યું નથી. રવિભાઈ હાલ જે સફળતાની ટોચે છે તે સ્થળે અન્ય વ્યક્તિઓ હોય તો અભિમાનથી છકી જાય, પણ તેઓ આટલા બધા સદગુણો અને કુદરતની અપાર કૃપા હોવા છતાં વિનમ્ર અને નિરાભિમાની રહ્યા છે. આથી જ રવિભાઈ આજના જન્મદિવસના અવસરે કહ્યું છે કે, આજે હું જે કઈ છું એ પહેલાં માતાપિતાના અંતરના આર્શીવાદ અને પ્રભુની વિશેષ કૃપા ઉપરાંત લોકોનો બેહિસાબ પ્રેમ છે. જેનું તેઓ ક્યારેય ઋણ ચૂકવી નહિ શકે.









