Saturday, February 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ૧૦-૨૦ની નોટોના બંડલ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

મોરબીમાં ૧૦-૨૦ની નોટોના બંડલ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

મોરબી: મોરબીમાં લોકોને છુટા પૈસાના બંડલ આપવાની લાલચ આપીને આંગડીયા મારફતે લાખો રૂપિયા પડાવી લેતા એક ગઠિયાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. આ ભેજાબાજ પોલીસથી બચવા અને હોટલનો ખર્ચ બચાવવા સતત ટ્રેનમાં જ મુસાફરી કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતીલાલ દેત્રોજાને એક શખ્સે ફોન કરીને ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોના બંડલ આપવાની લાલચ આપી હતી. આ શખ્સે અમદાવાદ ખાતે બીજા નામે પૈસાનું આંગડિયું કરવાનું કહેતા ચેતનભાઈએ વિશ્વાસમાં આવીને રૂ. ૨,૫૦,૦૦૦/- નું આંગડિયું કર્યું હતું. જોકે, પૈસા મળી ગયા બાદ આ શખ્સે છુટા પૈસાના બંડલ ન આપીને છેતરપીંડી આચરી હતી. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બી.એન.એસ કલમ.૩૧૮(૪) અને ૩૧૯(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આરોપી પંકજભાઇ કેશવજીભાઇ ફેફર (રહે. નવાગામ-લખધીરનગર, તા. મોરબી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા તેના દિન-૨ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments