Tuesday, March 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં તસ્કરો ચાર સ્થળેથી રૂ.3.95 લાખનો વીજ વાયર ચોરી ગયા

ટંકારામાં તસ્કરો ચાર સ્થળેથી રૂ.3.95 લાખનો વીજ વાયર ચોરી ગયા

ટંકારા : વાંકાનેર પંથકમાં પાવનચક્કીના વીજ વાયરોની ચોરીની ઘટના બાદ ટંકારા નજીક ચાલુ વીજલાઈનમાંથી તસ્કરો લાખોની કિંમતનો વીજ વાયર ઉતારી ગયા બાદ મિતાણા અને હીરાપર વિસ્તારમાં અલગ અલગ ચારેક સ્થળેથી રૂ.3.95 લાખના વીજ વાયરની ચોરીનો બનાવ સામે આવતા પીજીવીસીએલમ નાયબ ઇજનેરે ફરિયાદ નોંધાવી હતી.

ટંકારા પોલીસ મથકમાં પીજીવીસીએલમાં નાયબ ઈજનેર અશ્વિનભાઈ દિનેશભાઇ ભુવા રહે.મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અજાણ્યા તસ્કરો ગત તા.4થી તા.7 ફેબ્રુઆરી દરમિયાન મિતાણા નાના ડેમ વિસ્તાર, હીરાપર વર્ક્સ અરણેશ્વર ફીડર, કે.વી.ખીડિયાર ફીડર, તેમજ સરાયા સબ સ્ટેશન જવાના રસ્તેથી કુલ મળી 7240 મીટર એલ્યુમિનિયમ વાયર કિંમત રૂપિયા 3,95,577ની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે ઇલેક્ટ્રિસિટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments