મોરબી : મોરબીના પંચાસર રોડ પર મામદેવના મંદિર પાસે ગત તા.16 ફેબ્રુઆરીના રોજ પોતાનું જીજે – 36 – એજી – 3518 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ધૂળકોટ ગામના રહેવાસી યુવરાજ હસમુખભાઈ ઝાલાના બાઈક આડે ખુટિયો ઉતરતા બાઈક સ્લીપ થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ બાદ ઇજાગ્રસ્ત યુવરાજને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










