Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેલ મહાકુંભ–૨૦૨૫ ના જીલ્લાકક્ષાના વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કારમાટે ૯ માર્ચ સુધીમાં ફોર્મ...

ખેલ મહાકુંભ–૨૦૨૫ ના જીલ્લાકક્ષાના વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કારમાટે ૯ માર્ચ સુધીમાં ફોર્મ જમા કરાવવા

ખેલ મહાકુંભનાં ૨૦૨૫-૨૬માં સંસ્કરણમાં મોરબી જિલ્લા કક્ષાએ અનેક ખેલાડીઓ વિજેતા થયેલ છે.  આવા વિજેતા  ખેલાડીએ રોકડ પુરસ્કારનાં ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી ખાતે જમા કરવવાના બાકી હોય તો તેવા તમામ વિજેતા ખેલાડીઓએ તા.૦૯-૦૩-૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલની સામે,સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ જિ.મોરબી ખાતે જમા કરવાના રહેશે. નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓ ને જ ધ્યાનમાં લેવામાં આવશે. સમય મર્યાદા બાદ રોકડ પુરસ્કાર બાબતે કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની તમામ શાળાઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,  ખેલાડીઓએ ખાસ નોંધ લેવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments