Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પ...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પ યોજાયો

મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા #MMC4WOMEN અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તા. 06/03/2026ના રોજ મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ કેમ્પ યોજાયા હતા.

આ કેમ્પમાં મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરના લક્ષણો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી, જેથી સમયસર નિદાન અને સારવાર થઈ શકે. આ ઉપરાંત, કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓની હીમોગ્લોબીન, બ્લડપ્રેશર તથા સુગરની વિનામૂલ્યે તપાસ અને સારવાર કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એનેમિયા, ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરની બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments