Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પેપર મિલ્સ એસો. અને GMDC વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, ઉદ્યોગના પડકારો...

મોરબી પેપર મિલ્સ એસો. અને GMDC વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, ઉદ્યોગના પડકારો અંગે ચર્ચા

મોરબી : વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઉદ્યોગોને ઊભી થયેલી પડકારજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા ઉદ્યોગો સાથે સક્રિય સંવાદ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મોરબી ખાતે મોરબી પેપર મિલ્સ એસોસિએશન અને GMDCના અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GMDC તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર (કોલ) નીરજ પરીક અને GMDC મોરબી તરફથી ડી.કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબી પેપર મિલ્સ એસોસિએશન તરફથી પ્રમુખ શૈલેશ દેત્રોજા, ઉપપ્રમુખ દિનેશ હરિપરા તથા એસોસિએશનના અન્ય હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન હાલ ચાલી રહેલી વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેપર ઉદ્યોગ સામે ઊભી થયેલી સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આયાતી વેસ્ટ પેપરના વધતા ભાવ, સમુદ્રી ભાડામાં થયેલો તોતિંગ વધારો અને સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપને કારણે પેપર ઉદ્યોગ પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. નોંધનીય છે કે ભારતની મોટાભાગની પેપર મિલો આયાતી વેસ્ટ પેપર પર આધારિત છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મોરબી પેપર મિલ્સ એસોસિએશને GMDC સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી.

જેમાં ખાસ કરીને આ કપરા સમયગાળામાં લિગ્નાઇટના ભાવમાં સ્થિરતા જાળવવા, નિયમિત ખરીદદારોને પ્રાથમિકતા સાથે એલોકેશન આપવાનું ચાલુ રાખવા તેમજ લિગ્નાઇટની ગુણવત્તામાં સ્થિરતા જાળવી રાખવા જેવી માંગણીઓ કરવામાં આવી છે. મોરબીનો પેપર ઉદ્યોગ પ્રદેશમાં મોટા પાયે રોજગારી ઊભી કરતું મહત્વનું ઉત્પાદન ક્ષેત્ર છે. તેની સ્થિરતા માટે યોગ્ય ઊર્જા પુરવઠો ખૂબ જ જરૂરી છે. GMDC અને પેપર ઉદ્યોગ બંને એક જ ઔદ્યોગિક વ્યવસ્થાનો ભાગ હોવાથી પરસ્પર સહકાર દ્વારા ઉદ્યોગના વિકાસને વધુ મજબૂત બનાવી શકાય છે તેવો સૂર બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments