મોરબી: મોરબીમાં પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવનાર મેઈન્ટનન્સની કામગીરીને પગલે આવતીકાલે તારીખ ૦૮/૦૩/૨૦૨૬, રવિવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
મોરબી શહેર પેટા વિભાગ-૨ હેઠળના વિસ્તારોમાં સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી વીજકાપ રહેશે જેમાં ગોપાલ ફીડર હેઠળ આવતા રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ નગર, વર્ધમાન નગર, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર તથા તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના ૧૧ કેવી વિવાન્તા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં સમાવિષ્ટ પીપળી ગામ તથા આસપાસના વિસ્તારોમાં સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો ખોરવાશે.










