Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના દેવીપુર નજીક ટેન્કરની ઠોકરે ઈજાગ્રસ્ત રાહદારી યુવાનનું સારવારમાં મોત

હળવદના દેવીપુર નજીક ટેન્કરની ઠોકરે ઈજાગ્રસ્ત રાહદારી યુવાનનું સારવારમાં મોત

દેવીપુર ગામના પાટિયા નજીક યુવાન પગપાળા ચાલીને જતા હતા ત્યારે ટેન્કર ચાલકે ઠોકર મારતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે

હળવદના નવા સુંદરગઢ ગામના રહેવાસી જગાભાઇ દેવાભાઈ ગૌતરે ટ્રક ટેન્કર જીજે ૩૯ ટીએ ૪૪૮૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ ફરિયાદીના કાકાના દીકરા ભાઈ મુનાભાઈ દેવીપુર ગામના પાટિયા નજીક ચાલીને જતા હતા ત્યારે ટ્રક ટેન્કર ચાલકે પુરઝડપે નીકળી મુનાભાઈને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જેમાં મુનાભાઈના માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે અકસ્માત બાદ સ્થળ પરથી પોતાનું ટ્રક ટેન્કર લઈને આરોપી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments