Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ધો ૧૦ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં ૨ ગેરહાજર: અંગ્રેજીમાં સંપૂર્ણ હાજરી

મોરબીમાં ધો ૧૦ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં ૨ ગેરહાજર: અંગ્રેજીમાં સંપૂર્ણ હાજરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ની પરીક્ષા અંતર્ગત આજે સ્ટાન્ડર્ડ ગણિત અને અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. સમગ્ર મોરબી જિલ્લામાં પરીક્ષાનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ રહ્યું હતું. આજના દિવસે લેવાયેલી પરીક્ષામાં કુલ ૪૭૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા, જ્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આજની પરીક્ષમાં ધોરણ ૧૦ સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી ૩૮૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ગણિત વિષયમાં અંગ્રેજી માધ્યમમાં તમામ ૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને કોઈ ગેરહાજરી નોંધાઈ ન હતી. આ ઉપરાંત, અંગ્રેજી વિષયના પેપરમાં પણ તમામ ૧૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, આજના દિવસે સ્ટાન્ડર્ડ ગણિત અને અંગ્રેજી વિષયમાં કુલ મળીને ૪૭૫ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જ્યારે મોરબીમાં રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષા માટે માત્ર એક જ વિદ્યાર્થીની નોંધણી હતી, પરંતુ તે ગેરહાજર રહેતા પરીક્ષા કેન્દ્ર પર હાજરી શૂન્ય રહી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments