મયુર રાવલ. હળવદ
ધો.૬ના વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજ અને રિઝનિંગ ક્ષમતા વધારવા આયોજન
હળવદની તક્ષશિલા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વિવિધ સ્કોલરશિપ તથા ભવિષ્યમાં સરકારી નોકરી માટે ઉપયોગી બને તેવા વિષયો પર આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝમાં વિજ્ઞાન, ટેકનોલોજી, જનરલ નોલેજ, રિઝનિંગ અને વ્યાકરણ જેવા વિષયો પરથી પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ અને તેમના જીવનચરિત્ર અંગે વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે તે હેતુથી વિશેષ પ્રશ્નો પણ સામેલ કરવામાં આવ્યા હતા.
વૈજ્ઞાનિકોની સિદ્ધિ અને જીવનચરિત્ર આધારિત ક્વિઝમાં અગ્રાવત શ્લોક, ડાંગર હિત, સુરેલા આર્યન અને કંઝારિયા મિતના ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે રિઝનિંગ ક્વિઝમાં કણઝરિયા યશ, સોલંકી વચ્છરાજ, કુંઢિયા યુવરાજ અને લખતરિયા વિજય ચુનીલાલના ગ્રુપે ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ખગોળશાસ્ત્ર વિષયક ક્વિઝમાં સુનિતા વિલિયમ્સ ગ્રુપના સભ્યો ચૌહાણ પૂર્વી અને પટેલ નવ્યા અશ્વિનભાઈએ ટોપ કરીને પ્રશંસા મેળવી હતી.
ક્વિઝના અંતે તક્ષશિલા સંકુલના એમડી ડૉ. મહેશ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય વાસુ ગોંડલિયા, અરવિંદ સોલંકી અને સુનિતાબેન રાવલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.












