Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધોરણ ૧૨ ગુજરાતી વિષયનું પેપર એકંદરે સરળ રહ્યું: સાર્થક વિદ્યામંદિરના શિક્ષિકાએ આપ્યું...

ધોરણ ૧૨ ગુજરાતી વિષયનું પેપર એકંદરે સરળ રહ્યું: સાર્થક વિદ્યામંદિરના શિક્ષિકાએ આપ્યું પેપરનું સચોટ એનાલિસિસ

મોરબી : ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે લેવાયેલા ગુજરાતી વિષયના પેપર અંગે સાર્થક વિદ્યામંદિરના ગુજરાતી વિષયના શિક્ષિકા મધુબેન હડવાણી દ્વારા પેપરનું સચોટ એનાલિસિસ આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ એકંદરે પેપરમાં ૧૫ થી ૨૦ માર્કનું વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગ્યું હશે, બાકીનું પેપર એકદમ સરળ હતું.

આજના ગુજરાતી પેપરનું વિભાગવાર એનાલિસિસ નીચે મુજબ છે

વિભાગ – A: આ વિભાગ એકદમ સરળ રહ્યો હતો. જેમાં મોટાભાગે શાળામાં લેવાયેલ પેપરમાંથી જ પૂછાયેલું હતું.
વિભાગ – B: આ વિભાગમાં એક માર્કનો એક પ્રશ્ન અને બે માર્કનો એક પ્રશ્ન જે ગીતા આધારિત પાઠમાંથી હતા. જ્યારે ચાર માર્કના બંને પ્રશ્નો વિદ્યાર્થીઓને થોડા અઘરા લાગ્યા હશે.
વિભાગ – C: વ્યાકરણ વિભાગ પ્રમાણમાં ખૂબ જ સહેલો હતો. વધુપડતું વ્યાકરણ સ્કૂલ લેવલે પૂછાયેલું હતું તેમાંથી જ કવર થયેલું હતું.
વિભાગ – D: આ વિભાગમાં પાંચ માર્કનો એક ફકરો જે પાઠ્યપુસ્તકમાંથી વાક્ય ગોઠવવા માટે પૂછાય છે, તે વિદ્યાર્થીઓને થોડો અઘરો લાગ્યો હશે.
વિભાગ – E: આ વિભાગ ખૂબ જ સરળ હતો. મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓને પણ સરળતાથી આવડી જાય તેટલો સરળ હતો.

આમ, આજના પેપરમાં માત્ર ૧૫ કે ૨૦ માર્ક જેટલું જ કદાચ વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હશે, બાકી બધું શાળાએ લેવાયેલા પેપરોમાંથી જ પૂછાયું હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી સારા માર્ક્સ કવર કરી શકશે તેવો અંદાજ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments