Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે કોચિંગ ક્લાસનું...

મોરબીમાં કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે કોચિંગ ક્લાસનું આયોજન, રજીસ્ટ્રેશન ફરજિયાત

મોરબી: મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં નિવૃત્ત આર્મી ઓફિસર સહદેવ સિંહ પી ઝાલા દ્વારા છેલ્લા બે વર્ષથી નિઃસ્વાર્થ ભાવે દીકરીઓને સ્પોર્ટ્સ અને શારીરિક તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આ વર્ષે પણ સતત સાડા ચાર મહિનાની ફિઝિકલ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ હવે લેખિત પરીક્ષા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

કોન્સ્ટેબલ અને PSI ની લેખિત પરીક્ષાની તૈયારી માટે પ્રથમ વખત દાતાઓના સહયોગથી રાજકોટની સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી દ્વારા ખૂબ જ રાહત દરે અને ટૂંકા સમયમાં કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસમાં કોઈપણ જ્ઞાતિની બહેનો જોડાઈ શકે છે. જોકે, આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

કોન્સ્ટેબલ અને PSI ની લેખિત પરીક્ષાની તૈયારી માટે પ્રથમ વખત દાતાઓના સહયોગથી રાજકોટની સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી દ્વારા ખૂબ જ રાહત દરે અને ટૂંકા સમયમાં કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસમાં કોઈપણ જ્ઞાતિની બહેનો જોડાઈ શકે છે. જોકે, આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

આર્થિક નબળી દીકરીઓને અપાશે વિશેષ સહાય

આ સેવાકાર્યમાં જે કોઈ દાતાઓ આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તેઓ પણ જોડાઈ શકે છે. આ દાનની સંપૂર્ણ રકમ જે દીકરીઓની આર્થિક સ્થિતિ નબળી છે, તેઓના શિક્ષણ અને તાલીમ પાછળ જ વાપરવામાં આવશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ગુજરાત અને ખાસ કરીને મોરબીની વધુમાં વધુ દીકરીઓ પોલીસ ફોર્સમાં જોડાઈને પોતાની વર્દીનું સપનું સાકાર કરે તેવો છે.

સ્થળ અને સંપર્કની વિગત:
કોચિંગ ક્લાસ માટે ગીતાંજલિ સ્કૂલ, ઉમિયા સર્કલ નજીક, વૈભવ નગર, સ્કાય મોલ સામે, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી કે રજીસ્ટ્રેશન માટે સહદેવ સિંહ પી ઝાલા (મો. 8875711843) નો સંપર્ક કરી શકાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments