Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત સરકાર ના રોડ ટ્રાન્સપોર્ટ & હાઇવે વિભાગ દ્વારા...

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત સરકાર ના રોડ ટ્રાન્સપોર્ટ & હાઇવે વિભાગ દ્વારા 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર સાથે 2 – લેન  (10 મી) સાથે પહોળો કરવા માટે મંજૂરી-સાંસદ વિનોદભાઇ ચાવડા

યસસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરીજી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા  સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ના લોકસભા મતક્ષેત્રનાં ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર – 754K (ઘડુલી – સાંતલપુર રોડ) ના 165.58 કિમી લાંબા લખપત – ઘડુલી – ઝારા – હાજીપીર – ખાવડા – રોડ ટુ  હેવન – ધોળાવીરા રોડ સેકશન ને કુલ રૂ. 650.42  કરોડના ખર્ચે બે લેન પેવ્ડ સોલ્ડર (10 મી.)  સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

 

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરીજી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે.

 

હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ – ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2 – લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ  વેગ આપશે.

 કચ્છ – મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે, આપણા  યશસ્વી વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના  વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યૂ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments