વધતી જતી મોંઘવારી અને ખોરવાયેલા ઘરના બજેટના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે શાક માર્કેટ, નગર દરવાજા પાસે, મોરબી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી શહેર કોંગ્રેસ અને મહિલા મોરચાના કાર્યકરો જોડાયા હતા
મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા જણાવાયુ હતું કે રસોડાથી લઈને રોજિંદી જરૂરિયાતોની દરેક વસ્તુ મોંઘી બનતાં સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં છે. ખાસ કરીને ઘર ચલાવતી માતાઓ અને બહેનોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અન્યાયી મોંઘવારી સામે જનતાનો અવાજ ઉઠાવવા મહિલા કોંગ્રેસ દ્વારા આજે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.











