Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફાયર સેફ્ટી નિયમના ભંગ બદલ કોમ્પ્લેક્ષના બે માળ કરાયા સીલ

મોરબીમાં ફાયર સેફ્ટી નિયમના ભંગ બદલ કોમ્પ્લેક્ષના બે માળ કરાયા સીલ

મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ એક મોટી કાર્યવાહી ધરી છે. શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર પાર્થ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા તેના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યા છે.

મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કોમ્પ્લેક્સના બે માળ માટે અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. નિયમ મુજબ પહેલી, બીજી અને ત્રીજી નોટિસ બાદ છેલ્લે સીલિંગની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. નોટિસ આપવા છતાં અને મૌખિક જાણ કરવા છતાં પણ માલિક દ્વારા પોતાની સેફ્ટી માટે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. આથી ફાયર વિભાગે આકરા પગલાં લઈ કોમ્પ્લેક્સના પહેલા અને બીજા માળને સીલ કરી દીધા છે.

ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, નિયમો અનુસાર ૩ અલગ અલગ શોપિંગ સેન્ટરને સીલ કરવાના હતા, પરંતુ તેમાંથી બેના વર્ક ઓર્ડર સવારે મળી ગયા હતા, જેથી બાકી રહેલા આ કોમ્પ્લેક્ષના બે માળને સીલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ થી ૩ મહિનામાં ફાયર વિભાગ દ્વારા આ બીજી સીલિંગની કાર્યવાહી છે. અગાઉ જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સને પણ સમાન કારણોસર સીલ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા શહેરની અન્ય ઈમારતોમાં પણ ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ અંતમાં ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments