મોરબી : આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગત તારીખ 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીન અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
“જેના અન્ન ભેગા એમના મન ભેગા” ના વિચારને સાર્થક કરતી આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ, આગામી દિવસોમાં દરેક વોર્ડ દીઠ આવી ટિફિન બેઠકોનું આયોજન કરવા માટેની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી શહેરના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, તમામ ક્લસ્ટરના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખો, કારોબારી સભ્યો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનું ટિફિન લઈને હાજર રહ્યા હતા અને સંગઠનની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.













