Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એક જ રાત્રે આગના બે બનાવ

મોરબીમાં એક જ રાત્રે આગના બે બનાવ

મોરબી: મોરબીમાં ગઈકાલે એક જ રાત્રિ દરમિયાન આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા હતા. જેમાં મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી એક દુકાન અને કચરાના ઢગલામાં લાગેલી આગ પર ફાયર વિભાગે સમયસર પહોંચી કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

રાત્રિના આશરે 09:16 વાગ્યે મહેન્દ્રનગર રામધામ આશ્રમ સામે આવેલા સુપર માર્કેટ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગને પગલે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

જ્યારે બીજી ઘટના મોડી રાત્રે 12:40 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસે બની હતી. વ્યારા પેટ્રોલ પંપની સામે કાર સ્પાની બાજુમાં કચરો સળગાવતા આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે દોડી જઈ આગને વધુ પ્રસરે તે પહેલા ઠારી દીધી હતી.

આમ, એક જ રાત્રિમાં આવેલા બે ફાયર કોલ દરમિયાન ફાયર વિભાગની કામગીરી પ્રશંસનીય રહી હતી. સમયસરના ઓપરેશનને કારણે આગ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેના પર વિજય મેળવી લેવાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments