Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાલપર પાસે ટ્રકે ઠોકર મારતા રાહદારી આધેડનું મોત

મોરબીના લાલપર પાસે ટ્રકે ઠોકર મારતા રાહદારી આધેડનું મોત

મોરબીના લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે શૈલેષ વે બ્રીજ સામે પગપાળા જતા આધેડને ટ્રકે ઠોકરે લેતા રાહદારીનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રાજેશભાઇ ભીખાભાઇ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભાઈ રસીકભાઇ ભીખાભાઇ જીવાણી પગપાળા જઈ રહ્યા હોય ત્યારે લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે શૈલેષ વે બ્રીજ સામે ટ્રક RJ32GC6937 નાં ચાલકે ગફલતભરી રીતે પુર ઝડપથી ટ્રક ચલાવી રસિકભાઈને ઠોકર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક પોતાનો ટ્રક છોડી નાસી છૂટ્યો હતો. ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments