Saturday, March 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની રાજપર ચોકડીએ કારે હડફેટે લેતા સફાઈકર્મી મહિલાને ઈજાઓ

મોરબીની રાજપર ચોકડીએ કારે હડફેટે લેતા સફાઈકર્મી મહિલાને ઈજાઓ

મોરબીની રાજપર ચોકડી ઘુનડા તરફ જતા રોડના વણાંક પર સફાઈ કરતી એક મહિલાને કારે હડફેટે લેતા મહિલાને ઈજાઓ થઇ હતી. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

    બનાવની વિગતો અનુસાર મોરબીના જેલચોક સામે રહેતા સંગીતાબેન કાનજીભાઇ ઝાલા નામની મહિલા રાજપર ચોકડી ઘુનડા તરફ જતા રોડ ના વણાંક પર સાફ સફાઈ કરતી હોય દરમિયાન અલ્ટ્રો ગાડી GJ-36 F 9655નાં ચાલક દિલીપભાઈએ ફરિયાદી સંગીતાબેનને હડફેટે લેતા ફરિયાદીને શરીરે ઇજા તથા કમરના મણકાના ભાગે ફેકચર જેવી ઈજાઓ થઇ હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલકને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments