Tuesday, March 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ "આપ" દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ “આપ” દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા પણ ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મોરબી મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક દાવેદારો જમાવડો જોવા મળ્યો હતો.

મોરબી-માળીયા વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી માળીયા નગરપાલિકા, મોરબી મહાનગરપાલિકા તેમજ માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકો અને મોરબી તાલુકા પંચાયતની 5 બેઠકો માટે આ મંથન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે અંદાજે 150 જેટલા ટિકિટ ઈચ્છુકો સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

દિલ્હી સંગઠન ટીમમાંથી ગુજરાત ઝોન સહ પ્રભારી સુરેન્દર કૌશિક અને કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવા, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કાંતિલાલભાઈ બાવરવા તેમજ જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને રમેશભાઈ સદાતીયા હાજર રહ્યા હતા. તમામ આગેવાનોની હાજરીમાં પ્રથમ ચરણની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments