Thursday, March 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો

મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો

મોરબી : આજના હાઈટેક અને મોર્ડન યુગમાં પણ સમાજના છાનેખૂણે ક્યાંક ને ક્યાંક પુત્ર એષણા ધૂણતી હોવાથી માત્ર પુત્રના જન્મને જ પેડા વંહેંચીને ખુશી મનાવાતી હોવાની વચ્ચે મોરબીના ચાવડા પરિવારે સાચા દિલથી દીકરીને ખરેખર વ્હાલનો દરિયો સમજી પુત્ર કરતા પુત્રી રત્નના જન્મને સવાઈ રીતે ઉજવી દીકરી ઈશ્વરના અમૂલ્ય સંસ્કારના વરદાનથી એક નહિ પણ બે કુળ તારે તેવો સમાજને મેસેજ આપ્યો છે. જેમાં મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયાનગર શેરી નંબર 11માં રહેતા ચાવડા નરેશભાઈ પુંજાભાઈના પુત્ર સુનિલભાઈના ધર્મપત્ની કિંજલબેને પુત્રી રત્નને જન્મ આપતા ચાવડા પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. આથી પુત્રીના જન્મને હૈયાના હેતથી વધાવવા આખા ઘરને રંગબેરંગી ફુગ્ગા, ફૂલડા, તેમજ, રોશની અને રમકડા સાથે અનેરી સજાવટ કરવામાં આવી હતી. ચાવડા પરિવારે પુત્રીના જન્મને ફૂલડે વધાવ્યો હતો. જેમાં હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે આગમન થતા માતા કિંજલબેન અને નવજાત પ્રેમાળ પુત્રીને દાદી બાલુબેન, લક્ષ્મીબેન, દાદા નરેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચાવડા, કિશોર, મોટા પપ્પા મનોજભાઈ, મોટા મમ્મી આશાબેન, પિતા સુનિલભાઈ, ફુઈ કાજલબેન, સુરભીબેન, હેતલબેન, બહેન ક્રિષ્ના અને કાકા મુકેશભાઈ ચાવડાએ કુમકુમ તિલક કરી પેડાથી મોઢા મીઠા કરાવી આ વ્હાલસોયી પુત્રીના હૈયાના હેતથી વધામણાં કરી તેના દીર્ઘાયુની શુભકામનાઓ આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments