Thursday, March 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે વધાર્યો જિલ્લાનું ગૌરવ

હળવદની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે વધાર્યો જિલ્લાનું ગૌરવ

મયુર રાવલ,હળવદ

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ સાંદિપની ઇંગ્લિશ સ્કૂલની ચાર ખેલાડીઓ અને કોચનું સન્માન

હળવદ, મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હળવદ સ્થિત સાંદિપની ઇંગ્લિશ સ્કૂલની ચાર પ્રતિભાશાળી દીકરીઓએ પોતાની સિદ્ધિઓથી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
ટ્રોફી આપી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું,
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવાંશી ભટ્ટ, નમ્રતાબા જાડેજા, નિહારિકા ગોસાઈ અને નીરજા વિઠલાપરાને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે સમગ્ર હળવદ પંથકમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.કોચ જીતેન્દ્ર આચાર્યની કામગીરીને બિરદાવાઈ
ખેલાડીઓ સાથે-સાથે સ્કૂલના કોચ જીતેન્દ્ર આચાર્યની શ્રેષ્ઠ કામગીરીને પણ વહીવટી તંત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને મહેનતના પરિણામે દીકરીઓએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે.
સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી હિતેનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, “શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે દીકરીઓ આગળ વધે તે સમયની માંગ છે. અમારી શાળાની ચાર દીકરીઓનું જિલ્લા કક્ષાએ સન્માન થવું સમગ્ર હળવદ માટે ગૌરવની બાબત છે. આ સફળતા પાછળ દીકરીઓની મહેનત અને કોચનું સમર્પણ મહત્વપૂર્ણ છે.”
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ તથા શાળા પરિવારે વિજેતા દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. આ સિદ્ધિને પગલે હળવદ પંથકમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments