મોરબી : મોરબીમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અને તેજ પવન ફૂંકાતા રાજપર રોડ પર આવેલ એક પાર્ટી પ્લોટમાં મંડપ ડેકોરેશનનો વિશાળ ગેટ અને સ્ટેજનું સ્ટ્રક્ચર ધરાશાઈ થવાની ઘટના બની છે. સદનસીબે આ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે. પાર્ટી પ્લોટમાં કોઈ પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ભારે પવન ફૂંકાતા મંડપનું તોતિંગ ડેકોરેશન પત્તાના મહેલની જેમ ધરાશાઈ થયું હતું. ગેટ અને સ્ટેજ નીચે પડતા જ માલસામાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ગેટ પડ્યો ત્યારે કોઈ વ્યક્તિ તેની નીચે ન હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી.











