માળિયા (મી.) માં આવેલ વિસાલા હોટેલ પાસે કાચા રસ્તા પરથી એક ઈસમને દેશી હાથ બનાવટી તમંચા સાથે માળિયા પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાની વિશાલા હોટેલ પાસે કાચા રસ્તા પાસેથી આરોપી સુલ્તાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટિયા (ઉ.વ.૩૨) શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટી તમંચો મળી આવતા પોલીસે દેશી તમંચો નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપીને દબોચી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે











