મોરબી મહાનગરપાલિકા ચુંટણી નજીકના ભવિષ્યમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે રાજકીય પક્ષોએ ચુંટણીની તૈયારીઓનો આરંભ કરી દીધો છે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ૮૨ કાર્યકરોએ ચુંટણી લડવા માટેની ઈચ્છા પ્રગટ કરી હતી
પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જીલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગ વસાવડા અને સહપ્રભારી દીપેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ હતી જેમાં ચુંટણી લડવા ઇચ્છતા ૮૨ લોકો જોડાયા હતા











