Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ મહત્વની બેઠક

મોરબી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી અને પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ અને લોકપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જેમાં ગજેન્દ્રભાઈ સક્સેના (મોરબી જિલ્લા ભાજપ પ્રભારી), જયંતીભાઈ રાજકોટિયા (મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભા સાંસદ), ચંદુભાઈ સિહોરા (સાંસદ), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય), પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી), હંસાબેન પારેઘી (પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત), પ્રશાંતભાઈ વાળા (અગ્રણી નેતા), નિર્મલભાઇ જારીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા (મહામંત્રીઓ) તેમજ રઘુભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ) ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણીલક્ષી માળખું: જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને પંચાયત બેઠકો પર સંગઠનને મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જનસંપર્ક અભિયાન: સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી જનમત કેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યકર સંમેલન: આગામી દિવસોમાં વિવિધ સ્તરે કાર્યકર સંમેલનો યોજી ચૂંટણીલક્ષી જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે.

બેઠકના અંતે જિલ્લા પ્રમુખ અને પ્રભારી દ્વારા તમામ હોદ્દેદારોને એકજુથ થઈને ‘પેજ સમિતિ’ થી લઈ ‘બૂથ સ્તર’ સુધીની કામગીરીમાં જોતરાઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments