મોરબી શહેરમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતા ટૂંક સમયમાં “આનંદ હોસ્પિટલ” શરૂ થવા જઈ રહી છે. આ નવી હોસ્પિટલમાં કાન, નાક અને ગળા સંબંધિત તમામ રોગોની નિષ્ણાત સારવાર સાથે સાથે કસરત (ફિઝિયોથેરાપી)ની આધુનિક સારવાર પણ ઉપલબ્ધ થશે.
આ હોસ્પિટલમાં ડો. આનંદ જે. ભટાસણા (MS ENT), જે કાન, નાક અને ગળાના સર્જન તરીકે અનુભવી સેવા આપે છે, તેઓ દર્દીઓને નિદાન અને સર્જરીની સુવિધા આપશે. તેમજ ડો. તન્વી એ. ભટાસણા (PT) (MPT Neuro), કસરતના નિષ્ણાત ડોકટર તરીકે વિવિધ પ્રકારની ન્યુરોલોજીકલ અને ફિઝિયોથેરાપી સારવાર આપશે. હોસ્પિટલમાં આધુનિક સાધનો સાથે દર્દીઓને ગુણવત્તાસભર સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને હવે ENT અને ફિઝિયોથેરાપી બંને પ્રકારની સારવાર માટે એક જ સ્થળે સુવિધા મળશે, જે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે. આ હોસ્પિટલ મોરબીના રામ ચોક, સાવસર પ્લોટ મેઇન રોડ પર, જુની ક્રિષ્ના હોસ્પિટલ વાળી જગ્યા, ડી-મહેતા ની બાજુમાં ટુંક સમયમાં શરૂ થશે. તથા વધુ માહિતી માટે મો.92747 98272 પર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.











