ફડસર ગામમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધને ઉકરડો હટાવવાનું કહેવા બાબતનો ખાર રાખી બે ઇસમોએ માથામાં કુહાડી ઘા ઝીકી ઈજા કરી હતી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના નવા ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડિયા (ઉ.વ.૭૫) આરોપીઓ રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા અને લખમણ દેવાભાઈ કુંભારવાડિયા રહે બંને નવા ફડસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧ ના રોજ સવારના આઠેક વાગ્યે ફરિયાદી રાજાભાઈ અને મોટા ભાઈ રામૈયાભાઈ ઘર આગળ ફળિયામાં હતા ત્યારે પાડોશી રામીયા અને લખમણ બંને ભાઈઓ કુહાડી લઈને આવી તું દર વખતે ઉકરડો હટાવી લેવાનું કેમ કહ્યા કરે છે કહેતા ફરિયાદીએ તમે મારી જગ્યામાં ઉકરડો કરેલ છે ત્યાંથી ઉપાડી લેવાનું કહેતા રામીયાએ કુહાડી વડે માથામાં મારી ઈજા કરતા લોહી નીકળવા લાગ્યું હતું
તેમજ તેનો ભાઈ લખમણ ઉપરાણું લઈને આવી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી બંને ભાઈઓએ માર મારતા બુમાબુમ કરતા માણસો ભેગા થઇ જતા કોઈએ ૧૦૮ ને ફોન કરી એમ્બ્યુલન્સ આવી જતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં માથાના ભાગે પાંચ છ ટાંકા લીધા અને હાથમાં કોણી નીચે ફ્રેકચર થયાનું ડોકટરે જણાવ્યું તું આમ પાડોશમાં રહેતા બંને ભાઈઓએ ફળિયા પાસે આવી ઉકરડો હટાવવાનું કહેવા બાબતનું મનદુઃખ રાખી કુહાડી વડે માર મારી લાકડાના ધોકા વડે મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે










