કડીયાણાથી પાંડાતીરથ જતા રોડ પરથી મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ૩૮ હજારનો મુદામાલ કબજે લીધો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કડીયાણા ગામથી એકાદ કિમી દુર પાંડાતીરથ જતા રોડ પરથી મોપેડ જીજે ૩૬ બીસી ૫૫૦૨ રોકી તલાશી લેતા ૪૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૮૦૦૦ મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને મોપેડ સહીત રૂ ૩૮,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી ગોપાલ ચંદુભાઈ ઉધરેજાને ઝડપી લીધો છે અન્ય આરોપી સોમાભાઈ ઉમરભાઈ દેવીપુજક રહે કડીયાણા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે










