Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતાર, અફવાઓને પગલે ગભરાટનું માહોલ

હળવદમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતાર, અફવાઓને પગલે ગભરાટનું માહોલ

મયુર રાવલ હળવદ

ઈરાન–ઈઝરાયલ તણાવની અસરની ચર્ચા વચ્ચે ડીઝલ ખૂટ્યાની વાતો વાયરલ; લોકો બોટલ-ડબ્બા લઈને ઈંધણ ભરાવવા દોડી આવ્યા

હળવદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ અંગે ફેલાયેલી અફવાઓના કારણે સોમવારે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર “ઈંધણનો જથ્થો ખૂટી જશે” એવા મેસેજ વાયરલ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઈરાન–ઈઝરાયલ તણાવની અસર ઈંધણ સપ્લાય પર પડી રહી છે. જોકે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, છતાં અફવાઓને કારણે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને હળવદના કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જવાની માહિતી સામે આવી હતી, જેના પગલે વાહનચાલકોમાં ચિંતા વધુ વધી હતી. અનેક લોકો બોટલ અને કેન લઈને પણ ઈંધણ ભરાવવા પહોંચ્યા હતા, જેના કારણે લાંબી કતારો લાગી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments