માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બંધ પડેલ ટ્રક પાછળ અથડાવી દઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
કાલાવડ તાલુકાના જાલણસર ગામના રહેવાસી પંકજભાઈ અરજણભાઈ ગોડલીયાએ ટ્રક આરજે ૧૯ જીજી ૭૩૬૪ ના ચાલક દેવારામ છોગારામ દારા (ઉ.વ.૩૦) રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દેવરામ દારાએ પોતાનો ટ્રક આરજે ૧૯ જીજી ૭૩૬૪ પુરઝડપે ચલાવી માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામથી આગળ સામખીયારી તરફ મીઠાના કારખાના પાસે ફરિયાદીના બંધ પડેલ ટ્રક જીજે ૧૨ બીવી ૭૧૯૧ પાછળ અથડાવી દીધો હતો અકસ્માતમાં દેવારામ દારાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે










